👉 ભારતે વર્ષ 2030 સુધીમાં 50 લાખ હેક્ટર બિનઉપજાઉ જમીનને ફળદ્રુપ બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી

👉 ભારત મરુથલીકરણ અટકાવવાનું નેતૃત્વ લેશે અને દુનિયાને સકારાત્મક દિશામાં દોરશેઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી

👉 ભારત યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડિઝર્ટિફિકેશન (યુએનસીસીડી)ની 14માં સંમેલન (સીઓપી14)નું 2-13 સપ્ટેમ્બર, 2019 સુધી ઇન્ડિયા એક્ષ્પો સેન્ટર એન્ડ માર્ટ, ગ્રેટર નોઇડામાં આયોજન કરશે.

 👉 નવી દિલ્હીમાં આ કોન્ફરન્સની જાહેરાત કરતાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ફળદ્રુપ જમીનનું મરુથલીકરણ રોકવા માટેનાં ઉપાયો સૂચવ્યાં હતાં.

👉 શ્રી જાવડેકરે કહ્યું હતું કે, “ફળદ્રુપ જમીનનું મરુથલીકરણ વૈશ્વિક સમસ્યા છે, જેનાથી 250 મિલિયન લોકો અને પૃથ્વીની એક તૃતિયાંશ જમીનને અસર થઈ છે.

👉 આ સમસ્યા સામે લડવા ભારત આગામી 10 વર્ષમાં આશરે 50 લાખ હેક્ટર નિર્જન કે વેરાન થયેલી જમીનને ફળદ્રુપ જમીનમાં પરિવર્તિત કરશે.

👉 એનાથી નવી દિલ્હીનાં જાહેરનામાની જોગવાઈનો અમલ થશે, જેનો કોન્ફરન્સને અંતે સ્વીકાર થશે અને દેહરાદૂનમાં સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપિત કરવામાં આવશે.”

✍ અશ્વથામા