રાજ્યમા હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે શિયાળાએ વિદાય લીધી હિય તેવુ લાગી રહ્યુ છે. આ વચ્ચે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આ વિશે માહિતી આપતા કહ્યુ છે કે આકરા ઉનાળા વચ્ચે માર્ચ મહિનામાં વરસાદ ખાબકવાની શકયતા છે. ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમા અને માર્ચની શરુઆતના દિવસોમા માવઠું થઈ શકે છે. આ આગાહી બાદ હવે ખેડૂર્તો ચિંતામા મૂકાયા છેે
. ખેડૂતોને શિયાળુ પાક લેવાના ટાણે માવઠું ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે ઉનાળુ વાવેતર કરવામાં પણ લેટ પડશે
માર્ચ મહિનામાં વરસાદ ખાબકવાની શકયતા
આ સાથે અંબાલાલ પટેલે માર્ચ મહિનામા દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરી છે. માર્ચ મહિનામાં 24-25 તારીખે દરિયામાં અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે.
બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે
આ બાદ એપ્રિલમાં હવામાન બદલાશે. હાલ રાજ્યમાં હજુ લઘુત્તમ તાપમાન 20થી નીચે નોંધાય રહ્યુ છે કારણ કે મોડી સાંજથી વહેલી સવારે વાતાવરણ ઠંડુ રહે છે. આ વચ્ચે સૌથી વધુ તાપમાન 15મી ફેબ્રુઆરી રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી રહ્યુ હતુ જયારે સૌથી નીચું 12 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું હતુ.
આ સિવાય આગાહી કરવામા આવી છે કે આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને એક-બે દિવસમાં 15-16 લધુતમ તાપમાન રહી શકે છે. માર્ચ મહિનામા આકરા ઉનાળાની શરુઆત થશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચે તો પણ નવી નવાઈ નહીં. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત પણ દેખાવા જઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ આસમાને પહોંચી જશે. જો કે અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતાં લોકો ધ્રુજી ઉઠશે.
આખા વર્ષ ચોમાસા ની સિજન માં બૌ વરસાદ ના કારણે નુકશાન થયું અને શિયાળુ પાક માં પણ માવઠા ના કારણે ખેડૂત ને નુકશાન વેઠવાનો વારો આવશે....
માવઠું હંમેશા ખેડૂત ને રડાવે છે.



0 Comments