પાંચ સ્તંભ પર આધારીત ગુજરાત બજેટ 2023-24

ગ્રીન ગ્રોથ માટે અંદાજે ₹ 2 લાખ કરોડનો ખર્ચ


ગરીબ માટે ₹ 2લાખ કરોડ


માનવ સંસાધન માટે ₹ 4 લાખ કરોડ


ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹ 5 લાખ કરોડ


કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે ₹ 2 લાખ કરોડ


"ગુજરાત બજેટ 2023-24માં કરાયેલી મહત્વની જોગવાઈઓ"

•કાયદા વિભાગ માટે કુલ 2014 કરોડની જોગવાઇ

•કાયદા વિભાગ માટે કુલ 2014 કરોડની જોગવાઇ

•સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1980 કરોડની જોગવાઇ

•માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 257 કરોડની જોગવાઇ

•સૈનિકો માટે 10 નવી રક્ષાશક્તિ યુનિવર્સિટી નિર્માણ કરવામાં આવશે

•નવી પાંચ નર્સીગ કોલેજ સ્થાપવામાં આવશે

90016.87 કરોડનીની પુરાંતવાળું બજેટ

કરવેરા રહિત બજેટ

નવા કોઈ કરવેરા નહિ નંખાઈ

: કનુ દેસાઈ


ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ


કલાઇમેટ ચેન્‍જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૯ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.


• ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `૮૨૪ કરોડની જોગવાઈ.


• ૧૦ હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે


`૧૨ કરોડની જોગવાઇ.


• આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે


`૭ કરોડની જોગવાઈ.


• ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે


`૬ કરોડની જોગવાઈ.


ગુજરાત બજેટ 2023-24માં કરાયેલી મહત્વની જોગવાઈઓ

ડિફેન્સ અને એવીએશન ગેલેરી સ્થાપવા માટે ₹ કરોડ

સાયન્સ સિટીમાં સાયન્સ પાર્કના વિકાસ માટે ₹ 12 કરોડ

સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનો વિકાસ કરવા ₹12 કરોડ

ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના ઉદ્યોગ માટે ₹125 કરોડ

વિજ્ઞાન અને પ્રોદ્યોગિક માટે ₹ 2193 કરોડ


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ

અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.


આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૩૪૧૦ કરોડની જોગવાઇ

અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશકિતકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો, પશુપાલન વગેરે માટે સહાય આપવામાં આવશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ ૨૫૩૮ કરોડની જોગવાઇ

રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલા લઇ રહી છે.

શિક્ષણ વિભાગ માટે કુલ ₹૪૩,૬૫૧ કરોડની જોગવાઇ

દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ `૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્‍શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૬૦૬૪ કરોડની જોગવાઇ

“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને ૯૬૫ નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹૨૧૬૫ કરોડની જોગવાઇ

રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા ત્રણ વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકાર ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં ૨૪ % નો વધારો સૂચવેલ હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા ૪૨% જેટલો ધરખમ વધારો હું સૂચવું છું.

જોગવાઈ ઓ

રાજ્યમાં 150 સ્થાયી પશુ દવાખાના ખોલાશે

આંગણવાડી બહેનોના વેતન અને સવલત માટે માટે 754 કરોડ

રાજપીપળા બિરસામુંડા યુનિવર્સીટી માટે 10 કરોડની જોગવાઈ

પ્રવાસન વિકાસ માટે 2077 કરોડ

શાળાઓની માળખાગત સુવિધા માટે 109 કરોડ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 568 કરોડની જોગવાઈ

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10743 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19685 કરોડની જોગવાઈ

ગીફ્ટ સીટી માટે 76 કરોડની જોગવાઈ

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે કુલ ‌8738 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

શ્રમ કૌશલ્ય વિકાસ ‌અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઈ

આંતરમાળખાકીય સવલતો ઉભી કરવા 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ

તમામ જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે

સાયન્સ સીટીને 250 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે

શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ

રાજપીપળા બિરસામુંડા યુનિવર્સીટી માટે

ધોરણ 9માં ભણતી 2 લાખ એસસી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે

પાંચ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટે અંદાજે 8000 કરોડનો ખર્ચ કરાશે

સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો

દ્વારકા ખાતે નવું એરપોર્ટ બનાવાશે

પાલક માતા-પિતા યોજના હેઠળ 72 કરોડની જોગવાઈ

ચોથો સ્તંભઃ કૃષિ ઉદ્યોગ અને સેવા માટે 5 વર્ષમાં 2 લાખ કરોડની જોગવાઈ

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ

કચ્છ નહેરના બાકી કામો 1085 કરોડની જોગવાઈ

ફિનટેક હબનું નિર્માણ કરાશે

ગિફ્ટ સિટી ભારતનું આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે

પ્રવાસ ઉદ્યોગ માટે કરોડોની ફાળવણી

સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે કોરોના મહામારી વચ્ચે પણ ચાર વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 1 કરોડને આંબી ગઇ


રાજ્યમાં પ્રવાસી ઉદ્યોગનો વિકાસદર 13 ટકા વૃદ્ધિ દર


રાજ્યના ચાર મુખ્ય પ્રવાસન સ્થળોએ 8000 કરોડનો ખર્ચ કરાશે


ધાર્મિંક અને ઇકોલોજી ટુરિઝમ સ્થળોના વિકાસ માટે 10000 કરોડનો ખર્ચ કરાશે

નવી એસઆરપી મહિલા બટાલિયનની ભરતી કરાશે

ગૃહ વિભાગ માટે 8574 કરોડની જોગવાઈ


કૃષિ વિભાગ માટે 21,605 કરોડની જોગવાઈ

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 568 કરોડની જોગવાઈ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ 2165 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડની જોગવાઈ